સરકાર `ડાયમંડ પ્રિન્સેસ''માં ફસાયેલા ભારતીયોના સંપર્કમાં

નવી દિલ્હી, તા.13: જાપાનના કિનારે ઊભેલા `ડાયમંડ પ્રિન્સેસ' જહાજમાં ફસાયેલા ભારતીયોને લઇને સરકાર હરકતમાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે જહાજના ચાલકો અને યાત્રીઓ સાથે સતત સંપર્કમાં છે. યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને જાપાની અધિકારીઓએ અલગ રાખ્યા છે. જહાજમાં ફસાયેલા 138 ભારતીયો માટે જાપાની અધિકારીઓ દ્વારા દરેક સંભવિત મદદ પહોંચાડવાની કોશિષ થઇ રહી છે. જાપાની અધિકારીઓના કહેવા પ્રમાણે જહાજમાં રહેલા 3,711 લોકોમાંથી 174 લોકો કોરોનાથી સંક્રમિત છે, જેમાં 2 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer