દિલ્હીમાં હાર છતાં ભાજપના મતોના હિસ્સામાં થયો વધારો

નવી દિલ્હી, તા. 13 : દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં હાર છતાં તેમાં ભાજપ માટે ખુશખબર છૂપાયેલી છે. કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું, ત્યાં કેસરિયા પક્ષના મતોના હિસ્સામાં વધારો થયો છે.
દિલ્હીના પરિણામોમાં વિશ્લેષણ પરથી જણાય છે કે, ભાજપની ભલે ખરાબ રીતે હાર થઈ હોય, પરંતુ કુલ્લ 63 બેઠકો પર ભાજપનો વોટ શેર વધ્યો છે.
ભાજપ માટે 20 બેઠકો પર 2015ની ચૂંટણીની તુલનાએ મતોના હિસ્સામાં 10 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ મતોનો હિસ્સો નજફગઢ બેઠક પર 21.5 ટકાનો નોંધાયો છે.
આમ આદમી પાર્ટીનો પ્રભાવશાળી વિજય થયો છે. પરંતુ 38 બેઠકો પર કેજરીવાલના પક્ષના મતોના હિસ્સામાં ઘટાડો થયો છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer