બિહારમાં RJD-JDU વચ્ચે પોસ્ટર યુદ્ધ !

પટના, તા. 13 : હવે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે  રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને જનતા દય યુનાઇટેડ (જેડીયુ) વચ્ચે પોસ્ટર યુધ્ધ છેડાયું છે. રસ્તાઓ પર જગ્યા-જગ્યાએ પોસ્ટર ચોંટાડીને બંને પક્ષો એક બીજા પર કટાક્ષ કરી રહ્યા છે અને નિશાન સાધી રહ્યા છે.
આવા જ એક પોસ્ટરમાં મુખ્યમંત્રી નીતિશકુમાર હાથમાં તીર પકડીને ઉભેલા નજરે ચડે છે. પોસ્ટર ઉપર લખ્યું છે `લોહીલુહાણ થયું બિહાર, શિકારી છે સરકાર.' બીજી તરફ આરજેડીને નિશાન પર લેતું એક પોસ્ટર બિહારના રસ્તાઓ પર લગાવાયું છે જેમાં લખ્યું છે: `લૂંટાતું રહ્યું બિહાર, સંપત્તિ વધારવામાં મસ્ત પરિવાર.' આવી જ રીતે અન્ય એક પોસ્ટરમાં લાલુ પ્રસાદ યાદવની તત્કાલીન સરકાર અને નીતિશ કુમારની વર્તમાન સરકારના કાર્યોની તુલના કરાઇ છે. કેટલાંક પોસ્ટરમાં બળતું બિહાર દર્શાવીને જૂની સરકારો પર નિશાન સધાયું છે તો અમુક પોસ્ટરમાં સરકારોના કામકાજની તુલના માટે પક્ષીઓને ચિત્રિત કરાયા છે.  બિહારના આ પોસ્ટર યુધ્ધમાં દરેક પોસ્ટરની જુદી-જુદી કહાણીઓ દર્શાવાઇ છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer