ચીનની સરકારે તૈયાર કરી કોરોના વાઈરસ પકડતી ઍપ

નવી દિલ્હી, તા. 13 : ચીનની સરકારે એક એપ તૈયાર કરી છે, જે લોકોને એ તપાસવામાં મદદ કરે છે કે, તેઓ કોરોના વાયરસના કોઇ દર્દીના સંપર્કમાં આવ્યા છે કે નહીં.
આ એપનું નામ `કલોઝ કોન્ટેકટ ડિરેકટર' રખાયું છે. આ એપ વ્યક્તિને કોરોના વાયરસના દર્દીના સંપર્કની આગોતરી જાણ કરી દે છે.
ત્યારબાદ વાયરસના સંપર્કમાં આવેલી વ્યક્તિને ઘરમાં જ રહેવાની અથવા સ્થાનિક આરોગ્ય તંત્રને જાણ કરવાની સલાહ અપાય છે.
તપાસ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ જેવી એપથી સ્માર્ટ ફોન પર કયૂઆર કોડ સ્કેન કરવાનો રહે છે. ફોન નંબર સાથે નવી એપ રજિસ્ટર્ડ થયા બાદ યૂઝરે પોતાનું નામ અને આઇડી નંબર એન્ટર કરવાના હોય છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer