વિક્રોલીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સામે વકીલોનો મોરચો

મુંબઈ, તા.13 : અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ ડૉ. નરેન્દ્ર દાભોળકર અને ડાબેરી નેતા ગોવિંદ પાનસરેની હત્યાના કેસની ટ્રાયલમાં થઈ રહેલા વિલંબ બદલ ચિંતા વ્યક્ત કરતા બૉમ્બે હાઈ કોર્ટે આજે સીબીઆઈ, સીઆઈડી સહિતની તપાસ એજન્સીઓનો ઊધડો લીધો હતો. ડૉ. દાભોળકર અને પાનસરેના પરિવાર તરફથી આ કેસોની તપાસ હાઈ કોર્ટની દેખરેખમાં થાય એવી માગણી કરતી અરજી કરી હતી એની સુનાવણી આજે કરાઈ હતી. 
જજ એસ સી ધર્માધિકારી અને જજ આર આઈ ચાગલાની ખંડપીઠે કહ્યું હતું કે ડૉ. દાભોળકરની હત્યા થયાને સાત વર્ષ જ્યારે પાનસરેની હત્યાને પાંચ વર્ષ વિતી ગયા છતાં કોર્ટમાં આ કેસો આગળ નથી વધી રહ્યા. તપાસ એજન્સીઓ હજુએ કેટલાક ભાગેડુ આરોપીઓની શોધખોળ તેમ જ હત્યામાં વપરાયેલા હથિયારોની તપાસ જ કરી રહી છે. આના કારણે ટ્રાયલ કોર્ટમાં તારીખો પડે છે, પરંતુ સુનાવણી આગળ નથી વધતી, એ ચિંતાનો વિષય છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer