એમેઝોનના વડા બેજોસે ખરીદી લીધો 1171 કરોડનો બંગલો

સાનફ્રાન્સિસ્કો, તા. 13 : દુનિયાની સૌથી ધનવાન હસ્તી અને એમેઝોનના વડા જેફ બેજોસે 16.5 કરોડ ડોલર એટલે કે, 1171.5 કરોડ રૂપિયાની કિંમતના એક ઘરની ખરીદી કરી છે. લોસ એન્જેલસમાં મોંઘી સંપત્તિનો આ નવો વિક્રમ છે.
અમેરિકી અખબાર `વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ અનુસાર, મીડિયા કારોબારી ડેવિડ ગેફેન પાસેથી બેજોસે વોર્નર એસ્ટેટની ખરીદી કરી છે.
આ લોસ એંજેલસમાં કોઈ રહેણાક સંપત્તિનો સૌથી મોંઘો સોદો થયો છે. અગાઉ 2019માં લાશન મર્ડોકે બેલ-એર એસ્ટેટ માટે 15 કરોડ ડોલર ચૂકવ્યા હતા.
`વોર્નર એસ્ટેટ'નામે બેજોસે ખરીદેલો બંગલો બેવર્લી હિલ્સમાં નવ એકરમાં ફેલાયેલો છે, જેમાં ગેસ્ટ હાઉસ, ટેનિસ કોર્ટ અને ગોલ્ફકોર્સ સહિતની અનેક સુવિધાઓ છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer