કોલકાતા બેંગકોકથી આવેલા બે ઉતારુઓના કોરોના

કોલકાતા બેંગકોકથી આવેલા બે ઉતારુઓના કોરોના
વાઈરસ ટેસ્ટ પોઝિટિવ, હૉસ્પિટલમાં મોકલાયા
કોલકાતા તા. 13: બેંગકોકથી કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અંાતરરાષ્ટ્રીય એરપોર્ટે આવી પહોંચેલા બે ઉતારુઓના કોરોના વાઈરસ સંદર્ભે મેડિકલ ટેસ્ટ કરાતા બેઉના ટેસ્ટ પોઝિટિવ જણાયા હોવાનું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
આ સાથે કોલકાતામાં આ વાઈરસ માટે કુલ 3 ઉતારુઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. ઉકત બેઉ ઉતારુઓને બેલીઆઘાટ આઈડી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. અગાઉ એક ઉતારુ થર્મલ સ્કેનિંગ દરમિયાન ટેસ્ટમાં પોઝીટીવ હોવાનું જણાયું હતું.
દરમિયાન નવી દિલ્હીમાં બેંગકોક-દિલ્હી સ્પાઈસજેટની ફલાઈટમાંના એક ભારતીય નાગરિકને વાયરલ ઈન્ફેશન હોવાની આશંકા પરથી તેને આઈજીઆઈ એરપોર્ટ ખાતે કવોરેન્ટાઈનમાં રખાયાનું એરલાઈનના પ્રવકતાએ જણાવ્યુ હતું. તે ઉતારુ વિમાનમાંની તેની રો (હરોળ)માં એકમાત્ર ઉતારુ હતો, જેવું વિમાને ઉતરાણ કરતા તેને એરપોર્ટ હેલ્થ ઓર્ગનાઈઝેશને કવોરેન્ટાઈનમાં મૂકયો હતો.
જાપાનના કાંઠા સામેના કુઝ શિપમાં બે ભારતીયોના ટેસ્ટ પોઝિટીવ જણાયા બાદ આ થયું છે.
કેન્દ્ર સરકારે દેશભરના 21 વિમાનમથકો, આંતરરાષ્ટ્રીય સીપોર્ટ્સ અને બોર્ડર ક્રોસિંગ ખાતે ઉતારુઓના ક્રીનિંગની તાકીદ કરી છે. છેલ્લામાં છેલ્લા ઉપલબ્ધ સત્તાવાર ડેટા મુજબ એરપોર્ટ્સ ખાતે 1,700 ફલાઈટ્સ અને 1.80 લાખ ઉતારુઓ ક્રીનિંગ કરવામાં આવી ચૂકયા છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer