સરકારે બે અગ્રણી સંસ્થાઓને સુષમા સ્વરાજનું નામ આપ્યું

સરકારે બે અગ્રણી સંસ્થાઓને સુષમા સ્વરાજનું નામ આપ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : ભારત સાથે વિદેશના ભારતીય સમુદાયનો નાતો જોડતા પ્રવાસી ભારતીય કેન્દ્રે વિદેશ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન દિવંગત સુષમા સ્વરાજના માનમાં પોતાનું નામ બદલીને સુષમા સ્વરાજ ભવન રાખ્યું છે. વિદેશમાં મુશ્કેલીમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે સુષમા સ્વરાજ જાણીતા હતા.
જ્યાં રાજદૂતોને તાલીમ આપવામાં આવે છે તે જાણીતી સંસ્થા ફોરેન સર્વિસ ઈન્સ્ટિટયૂટનું નામ પણ બદલીને સુષમા સ્વરાજ ઈન્સ્ટિટયૂટ અૉફ ફોરેન સર્વિસ રાખવામાં આવ્યું હતું.
ભારત સરકારે સુષમા સ્વરાજના 68માં જન્મદિવસની એક દિવસ પહેલાં આ બે સંસ્થાઓના નામ બદલવાનો નિર્ણય લીધો હતો.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer