કેજરીવાલની શપથવિધિમાં અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનોને આમંત્રણ નહીં

કેજરીવાલની શપથવિધિમાં અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનોને આમંત્રણ નહીં
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 13 : આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારંભમાં કોઈ મુખ્ય પ્રધાન કે અન્ય પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે નહિ. માત્ર દિલ્હીના લોકોને આમંત્રિત કરવામાં આવશે. આ માહિતી આમ આદમી પાર્ટીમાં નેતા ગોપાલ રાયે આજે અત્રે આપી હતી. 
સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાન બનવા જઈ રહેલા અરવિંદ કેજરીવાલની શપથવિધિ 16 ફેબ્રુઆરીના દિલ્હીના રામલીલા મેદાન ખાતે થવાની છે.
તાજેતરમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કૅંગ્રેસના ગઠબંધનની સરકારના શપથગ્રહણ સમારંભમાં ગેરએનડીએ પક્ષોના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાંના મોટા ભાગના નેતાઓ સોગંદવિધિમાં પહોંચ્યા હતા ત્યારે વિપક્ષની એકતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેનાથી અગાઉ કર્ણાટકમાં જનતા દળ (એસ) અને કૅંગ્રેસ ગઠબંધનની સરકારના શપથવિધિ સમારંભમાં પણ વિપક્ષી એકતાના દર્શન થયા હતા.
પરંતુ એવું લાગી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી વિપક્ષી એકતાના પ્રદર્શનથી પોતાને અલગ રાખવાનો પ્રયાસ કરી રહી છે અને આ જ કારણસર કેજરીવાલે તેમના શપથગ્રહણ સમારંભમાં બહારનાં રાજ્યોના મુખ્ય પ્રધાનો કે અન્ય પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું નથી.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer