ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે ચંદ્રકાંત પાટીલ અને મુંબઈના

ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે ચંદ્રકાંત પાટીલ અને મુંબઈના
પ્રમુખપદે મંગલ પ્રભાત લોઢાની પુન:નિયુક્તિ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા.13 : મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપના પ્રમુખપદે ચંદ્રકાંત પાટીલ અને મુંબઈના ભાજપ પ્રમુખપદે મંગલ પ્રભાત લોઢાની ફેર નિમણૂક કરાયાનું ભાજપની કેન્દ્રની નેતાગીરીએ આજે જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની સૂચના પ્રમાણે  ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહે તત્કાળ અસરથી આ બંને નેતાઓની તેમના હોદ્દા પર મુદત લંબાવાયાનો આદેશ બહાર પાડયો છે. ગયા વર્ષે અૉક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અગાઉ જુલાઇમાં પાટીલ અને લોઢાની આ પદો પર નિમણૂક કરાઇ હતી અને હવે તેમની પૂર્ણ કાળ માટે તેમના પદ પર નિમણૂક કરાઇ છે.
ચંદ્રકાંત પાટીલ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પદે છે અને મંગલ પ્રભાત લોઢા મુંબઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. પાટીલ પુણેના કોથરુડના વિધાનસભ્ય છે જ્યારે લોઢા મુંબઈના મલબાર હિલના વિધાનસભ્ય છે. લોઢા ટોચના બીલ્ડર છે જ્યારે ચંદ્રકાંત પાટીલ અગાઉ ફડણવીસ સરકારમાં મહેસૂલ પ્રધાન હતા.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer