મુંબઈમાં ચાર દિવસ ટ્રાફિક જામ રહેશે ?

મુંબઈમાં ચાર દિવસ ટ્રાફિક જામ રહેશે ?
મુંબઈ, તા. 14 : સાયન ફલાયઓવરનું રિપેરિંગ કામ આજે શુક્રવારે સવારે પાંચ વાગ્યાથી શરૂ થયું હોવાથી 17 ફેબ્રુઆરી સુધી પુલ પરનો વાહનવ્યવહાર પૂર્ણપણે બંધ રહેશે. ત્યારબાદ બેરિંગ બદલવા માટે આગામી બે મહિના સુધી દર અઠવાડિયે ચાર દિવસ પુલ વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ રખાશે. આને કારણે મુંબઈના ટ્રાફિક પર ભારે અસર પડવાનો ભય સેવાઈ રહ્યો છે. આ અગાઉના સમયપત્રક મુજબ ફલાયઓવરનું સમારકામ શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ થવાનું હતું, પણ સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો અને સવારે પાંચ વાગ્યાથી કામ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
બેરિંગ બદલવાનું કામ મહારાષ્ટ્ર રોડ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ કાર્ય માટે 6 એપ્રિલ સુધી દર અઠવાડિયે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે પરોઢિયે પાંચ વાગ્યા સુધી એમ ચાર દિવસ ફલાયઓવર વાહનવ્યવહાર માટે બંધ રહેશે, એમ કૉર્પોરેશનના ચીફ ઍન્જિનિયર શશિકાંત સોનટક્કેએ જણાવ્યું હતું.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer