શૅરોમાં સુધારાતરફી ઝોક

મુંબઈ, તા. 14 : આજે સપ્તાહના અંતિમ સત્રમાં સ્થાનિક શૅરબજારે હકારાત્મક ટોને શરૂઆત કરી હતી. એશિયન બજારો પ્રોત્સાહક હતા, તો હૂંડિયામણ બજારમાં ડૉલર સામે રૂપિયો ધીમો સુધારાતરફી હતો, જ્યારે સવારે બ્રેન્ટ ક્રૂડ સાધારણ નરમ હતું. આજે સવારે 9.32 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનાએ 203 પૉઈન્ટ ઝડપી વધીને 41663ની તો નિફટી 61 પૉઈન્ટ વધીને 12235ની સપાટીએ હતા. આગળ ઉપર બજાર ચાલતા 10.03 વાગ્યે વૃદ્ધિનો વેગ ધીમો પડીને સેન્સેક્ષ 107 પૉઈન્ટના વધારાએ 41567ની તો નિફટી 32 પૉઈન્ટના સુધારાએ 12207ની સપાટીને સ્પર્શ્યા હતા. બીપીસીએલ, ઝી એન્ટરટેઈનમેન્ટ, તાતા મોટર્સ અને નેસ્લેના શૅર્સ વધ્યા હતા.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer