બેરિસ્ટર બાબુ''માં એરિના ડે વાળ વગરના લૂકમાં

આઝાદી અગાઉના કોલકાતામાં બનેલી કથા તરીકે શરૂ થયેલી કલર્સની નવી સિરિયલ બેરિસ્ટર બાબુમાં એક વિધવાના સંઘર્ષની ગાથા છે. આમાં અભિનેત્રી એરિના ડે યુવા વિધવા અને આઠ વર્ષની દીકરીની માતા બને છે. એરિનાએ જણાવ્યું હતું કે તે વિધવા સુમતિ બની છે જેની આઠ વર્ષની દીકરી બોન્દિતા હોય છે. સુમતિ દીકરીનું ખૂબ ધ્યાન રાખતી હોય છે. સુમતિનું જીવન અત્યંત સંઘર્ષપૂર્ણ હોય છે. તે જમાનામાં લોકો વિધવાને અસ્પૃશ્યની જેમ ગણતા અને તેની પાસેથી જીવવાના બધા અધિકાર છીનવી લે છે. તેણે વાળ ઉતરાવીને કદરૂપા બની જવાનું હોય છે.'
પોતાના વાળ ઉતરાવી લીધેલા લૂક વિશે વાત કરતાં એરિનાએ કહ્યું હતું કે, મારે પ્રોસ્થેટિક્સ પહેરવાનું હોય છે. આથી તૈયાર થતાં બે કલાક થાય છે અને પ્રોસ્થેટિક્સ કાઢતાં એક કલાક થાય છે. મારે અત્યંત ધીરજ રાખીને કામ કરવું પડે છે. આ પાત્રમાં હું મેકઅપ પણ નથી કરતી અને માથા પર વાળ પણ નથી. એટલે દર્શકોને મારું મૂળ સૌંદર્ય જોવા મળે છે.'
જોકે, સુમતિની દીકરી વિધવા સાથે થતાં ભેદભાવ અને રૂઢિચુસ્ત પરંપરા વિશે અનેક સવાલ પૂછે છે. તે પોતાના પતિ અનિરુદ્ધ સાથે મળીને આ રૂઢિગત પ્રથાનો વિરોધ કરે છે અને પોતે બેરિસ્ટર બનવાની પ્રતિજ્ઞા કરે છે.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer