મારી નીતિ કે ઝંડો બદલાયો નથી : રાજ ઠાકરે

ઔરંગાબાદ, તા. 14 (પીટીઆઈ): અમે બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરો અંગેની નીતિ  અને પક્ષનો ઝંડો બદલ્યો નથી એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ જણાવ્યું છે.
રાજ ઠાકરેએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ઘૂસણખોરો અંગેની નીતિ તેમ જ પક્ષનો ઝંડો બદલ્યો નથી. અમારા પક્ષે આ મુદ્દો ઉઠાવ્યો પછી મહારાષ્ટ્ર સરકારે બાંગ્લાદેશીઓ દ્વારા ચલાવાતી રિક્ષા અને ટૅક્સીઓને માર્ગમાંથી હટાવી લીધી છે. છત્રપતિ શિવાજીની રાજમુદ્રા ધરાવતા ઝંડા સહિત કેટલાક ઝંડાની વિગતો ત્રણથી ચાર વર્ષ પહેલાં જ ચૂંટણી પંચને આપવામાં આવી હતી. શિવાજીની રાજમુદ્રા ધરાવતા ઝંડા અમે અગાઉ પણ કેટલી વાર કાર્યક્રમોમાં વાપરી ચૂકયા છીએ.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer