એલ્ગાર પરિષદ કેસ : શરદ પવારે કરી ઉદ્ધવ સરકારની ટીકા

એલ્ગાર પરિષદ કેસ : શરદ પવારે કરી ઉદ્ધવ સરકારની ટીકા
કોલ્હાપુર, તા. 14 (પીટીઆઈ) : એલ્ગાર પરિષદનો કેસ પોલીસ પાસેથી એનઆઈએ પાસે જવા દેવા બદલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આજે ટીકા કરી છે.
શરદ પવારે આજે પત્રકારોને જણાવ્યું હતું કે આ પ્રકરણની તપાસ એનઆઈએને સોંપવાનું કેન્દ્ર સરકારનું પગલું યોગ્ય નથી. આ તપાસ એનઆઈએને સોંપવાનો વિરોધ નહીં કરવાનો ઉદ્ધવ ઠાકરે સરકારનો નિર્ણય વધારે ખોટો છે. મુંબઈમાં 25મી જાન્યુઆરીએ સવારે નવથી 11 વાગ્યા સુધી આ પ્રકરણની તપાસ વિશેષ તપાસ ટુકડીને સોંપવા અંગે મળી હતી બાદમાં બપોરે ત્રણ વાગે કેન્દ્ર સરકારે તેની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર સરકારના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના અધિકાર ઉપર તરાપ મારવાનું કેન્દ્ર સરકાર માટે યોગ્ય નથી. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સમર્થન કરવાની જરૂર નહોતી એમ પવારે ઉમેર્યું હતું.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer