નોકરીઓમાં અનામત સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુધારા માટે

નોકરીઓમાં અનામત સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુધારા માટે
કેન્દ્ર વટહુકમ બહાર પાડે : પાસવાન
નવી દિલ્હી, તા.14 : તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એસસી-એસટી સમુદાયને નોકરીઓમાં અનામત સંબંધે નિર્ણય આપ્યો છે એમાં સુધારો તેમ જ બંધારણની કલમ નંબર નવ અંતર્ગત અનામતને પ્રોત્સાહન આપતો વટ હુકમ કેન્દ્ર સરકાર બહાર પાડે એવી માગણી કેન્દ્રના પ્રધાન અને લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને આજે કરી હતી. પાસવાને એમ પણ કહ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટમાં પુનર્સમિક્ષા અરજી કરશે અને આ સંબંધે હાલમાં કાનૂની અભિપ્રાય લેવાયો છે, પરંતુ અરજી તો ફરીથી કોર્ટમાં ચાલશે તેમાં સફળતા મળશે કે કેમ એની રાહ જોવી પડશે. તેથી મારો અભિપ્રાય એવો છે કે સરકાર વટહુકમ બહાર પાડે અને બંધારણમાં પણ સુધારો લાવે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે નોકરીઓમાં બઢતીમાં અનામત બંધારણીય અધિકાર નથી અને રાજ્યો અનામત સંબંધે આ નિર્ણય લેવા સ્વતંત્ર છે.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer