એનપીઆર મુદ્દે કૉંગ્રેસમાં તકરાર

મુંબઈ, તા.15: રાષ્ટ્રીય જનસંખ્યા સૂચિ (એનપીઆર) મુદ્દે કૉંગ્રેસ પક્ષમાં હવે આંતરિક મતમતાંતર અને તકરાર શરૂ થઈ ગઈ છે. જેએનયુમાં એનપીઆર મુદ્દે આપેલા નિવેદનને પગલે પી.ચિદમ્બરમ સામે કૉંગ્રેસના જ નેતા સંજય નિરૂપમે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ તો પૂરેપૂરો ગૂંચવાડો છે. ચિદમ્બરમ ઈચ્છે છે કે એનપીઆરનો વિરોધ થાય. આના માટે તેમણે જેએનયુના છાત્રોને કેટલીક સલાહો પણ આપી. તો બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 1 મેથી 1પ જૂન વચ્ચે એનપીઆર કરાવવાનું એલાન કરી દીધું છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-શિવસેના વચ્ચે ગઠબંધન છે અને મહારાષ્ટ્રમાં જે થવાનું છે તેની જાણકારી દિલ્હીમાં કૉંગ્રેસના નેતૃત્વને છે. 

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer