ચીનમાં મૃતકોની સંખ્યા 1600ને પાર

 નવી દિલ્હી/બેઈજિંગ, તા. 15 : ચીનમાં કોરોના વાઈરસમાં અત્યાર સુધી 1631 લોકોના મોત થયા છે, જ્યારે 67,535 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા પ્રમાણે શુક્રવારે 143 નવા કેસ સામે આવ્યા છે. માત્ર હુબેઈમાં જ 2420 નવા ઈન્ફેક્શનના કેસ નોંધાયા છે, જ્યારે 139 લોકોના મોત થયા છે. તે ઉપરાંત હેનાન શહેરમાં બે લોકો અને બેઈજિંગ અને ચોંગાકિંગમાં 1-1 લોકોનું મોત થયું છે. ચીનના 31 રાજ્યોમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું છે. હુબેઈમાં અત્યાર સુધી કુલ 54,406 કેસ નોંધાયા છે, જ્યારે દિલ્હીમાં બનાવેલા આઈટીબીપી કેમ્પમાં રહેતા લોકોના અંતિમ નમૂના લેવામાં આવ્યા છે, હવે તેમને ઘરે મોકલવામાં આવશે. 

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer