ચૅમ્પિયન્સ ટ્રૉફી અને અૉલિમ્પિક માટેની મહિલા

ચૅમ્પિયન્સ ટ્રૉફી અને અૉલિમ્પિક માટેની મહિલા
હોકી ટીમના કૅમ્પમાં 25 ખેલાડીની પસંદગી
નવી દિલ્હી, તા. 16 : હોકી ઇન્ડિયાએ 2પ સંભવિત મહિલા ખેલાડીઓની કોર ટીમ આજે જાહેર કરી છે. આ તમામ ખેલાડીઓ બેંગ્લોરના સ્પોર્ટસ ઓથોરિટીના સેન્ટરમાં કેમ્પમાં ભાગ લેશે. હેડ કોચ શોર્ડ મારિનના માર્ગદર્શનમાં 27 દિવસ સુધી ચાલનાર આ ટ્રેનિંગ અને કન્ડીશનીંગ કેમ્પ દરમિયાન ટોકિયો ઓલિમ્પિક માટેની ભારતીય મહિલા હોકી ટીમ લગભગ ફાઇનલ થશે. જુલાઇ-ઓગસ્ટમાં યોજાનાર ઓલિમ્પિક પહેલા ભારતીય મહિલા હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સશિપમાં ભાગ લેશે. ટીમની સુકાની રાની રામપાલ તાજેતરમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્રારા 2019ના વર્ષની વિશ્વની શ્રેષ્ઠ ખેલાડી અને લાલરેમસિયામી ઉભરતી ખેલાડી જાહેર થઇ છે. સંભવિત ખેલાડીઓ: રાની રામપાલ, સવિતા રાની, રજનીકુમારી, ઇતિમારપુ, બિચૂ દેવી, દીપ ગ્રેસ એકકા, રીના ખોખર, સલીમા ટેટે, મનપ્રિત કૌર, ગુરજીત કૌર, નિકકી પ્રધાન, મોનિકા, નેહા ગોયેલ, લિલિમા મિંજ, સુશીલા ચાનૂ, સોનિકા, નમિતા ટોપ્પો, લાલરેમસિયામી, વંદના કટારિયા, નવજોત કૌર, રાજવિંદર કૌર, જયોતિ, શર્મિલા દેવી અને ઉદિતા.

Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer