ચીનથી પરત લવાયેલા તમામ 406 લોકોનાં કોરોના ટેસ્ટ નેગેટિવ

નવી દિલ્હી, તા. 16 : ચીનમાં કોરોના વાયરસનાં એપીસેન્ટર બનેલા વુહાનમાંથી પરત લાવવામાં આવેલા 406 લોકોને દિલ્હીનાં સંસર્ગનિષિદ્ધ  વાસમાં રાખવામાં આવ્યા હતાં અને આ તમામનાં કોરોના વાયરસનાં પરીક્ષણો નેગેટિવ આવતાં મોટી રાહત થઈ છે. હવે આવતીકાલથી તેમને ક્રમશ: હોસ્પિટલમાંથી રજા પણ અપાવા લાગશે. બે દિવસ પહેલા સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને પણ કહ્યું હતું કે, ચીનથી ઉગારવામાં આવેલા તમામ 654 લોકોનાં ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ફક્ત ત્રણ કેસ જ પોઝિટિવ નોંધાયા છે અને તે કેરળમાં નોંધાયા છે. 

Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer