આઝાદીના શહીદોના નામે ગોપાલ રાયે શપથ લીધાં!

નવી દિલ્હી, તા. 16 :  કેજરીવાલની સાથે 6 અન્ય પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા હતાં. જો કે સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું ગોપાલ રાયે. તેમણે શપથ સમારોહમાં ઇશ્વર કે અલ્લાહનાં નામ પર નહીં પરંતુ આઝાદી માટે શહીદ થયેલા વીરોનાં નામ પર શપથ લીધા હતાં. ગોપાલ રાયે શપથ લેતા કહ્યું હતું કે, `હું ગોપાલ રાય, આઝાદીના શહીદોની શપથ લઉં છું કે, હું વિધિ દ્વારા સ્થાપિત બંધારણ પ્રત્યે સાચી શ્રધ્ધા અને નિષ્ઠા રાખીશ, ભારતની પ્રભુતા અને અખંડતાને અતૂટ રાખીશ. પ્રધાન તરીકે કર્તવ્યનું શ્રદ્ધાપૂર્વક અને અંતરમનથી પાલન કરીશ.' ગોપાલ રાય સહિત મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, કૈલાશ ગેહલોત, ઇમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમે પણ શપથ લીધાં હતાં. 

Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer