જાપાની તટે રહેલા ક્રૂઝમાં વધુ બે ભારતીય કોરોનાની ચપેટમાં

નવી દિલ્હી, તા. 16 : જાપાની તટ ઉપર અલગ રખાયેલા ક્રૂઝ જહાજ ઉપર સવાર વધુ બે ભારતીયોને કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. જ્યારે ત્રણ ભારતીયની સારવાર ચાલી રહી છે. જહાજમાં સવાર લોકોનો ફાઈનલ કોરોના ટેસ્ટ સોમવારથી શરૂ થવાનો છે. બીજી તરફ ભારતે ઘાતક વાયરસને ડામવા ચીનને દરેક સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો છે. આ અગાઉ રવિવારે ટોકિયો સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે, ફાઈનલ ટેસ્ટમાં નેગેટિવ મળી આવેલા તમામ ભારતીય નાગરિકને સુરક્ષિત બહાર લાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે. 

Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer