સીરિયા મુદ્દે વહેલી તકે નિવેડો લાવવા માગતું તુર્કી

ઈસ્તંબુલ, તા.16: તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે, સીરિયાના ક્ષેત્ર ઉપર આક્રમણ કરવાનો કે કબ્જો કરવાનો તુર્કીનો કોઈ ઈરાદો નથી. એર્દોગાને આગળ કહ્યું હતું કે, સીરિયાના આખરી વિદ્રોહી ગઢ ઈદલિબમાં સમસ્યાનું સમાધાન ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી વૈચારિક સમાધાન દ્વારા નિર્ધારિત સીમા માટે સરકારી બળ તૈયાર ન થઈ જાય. નહિતર તુર્કી ફેબ્રુઆરીના અંત પહેલા સીરિયાના મુદ્દાને સંભાળી લેશે.
ઈસ્તાંબુલમાં પોતાના સત્તારુઢ પક્ષના કાર્યક્રમમાં એર્દોગાને સીરિયા મુદ્દે નિવેદન આપ્યું હતું. તુર્કીના સંચાર નિર્દેશાલયને ટ્વિટર ઉપર લખ્યું હતું કે, અગાઉ એર્દોગાન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઈદલિબના સંકટનો વહેલી તકે ઉકેલ લાવવા બાબતે ફોન ઉપર વિચારોનું આદાન પ્રદાન થયું હતું. બંને રાષ્ટ્રપતિઓએ સહમતી વ્યકત કરી હતી કે, ઈદલિબમાં તુર્કી સૈનિકો ઉપર સીરિયાના સરકારી બળો દ્વારા થતાં હુમલા અસ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે ઈદલિબમાં સીરિયાઈ સરકારી બળોના તોપ હુમલામાં તુર્કીના 5 સૈનિક માર્યા ગયા હતા અને 5 ઘાયલ થયા હતા.

Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer