જામિયાની લાઈબ્રેરીમાં પોલીસે જેનાં ઉપર દંડા ઉગામ્યા એ છાત્રો નહીં તોફાનીઓ હતાં!

નવીદિલ્હી, તા. 16 : જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી આજે ફરી એકવાર ભારે ચર્ચામાં ત્યારે આવી ગઈ હતી જ્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ બન્યો. જેમાં યુનિવર્સિટીની લાઈબ્રેરીની અંદર 1પ ડિસેમ્બરે છાત્રો ઉપર વર્દીધારી સુરક્ષાકર્મીઓનો લાઠીમાર દેખાતો હતો. આ વીડિયો વાયરલ થતાં જ ફરી એકવાર દિલ્હી પોલીસની કાર્યપ્રણાલીઓ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતાં અને કોંગ્રેસે તો તપાસની માગણી પણ કરી હતી.
જો કે સાંજ પડતા જ સમગ્ર ચિત્ર પલટાઈ ગયું હતું. સાંજે એક નવો વીડિયો સામે આવ્યો હતો જેમાં લાઠીચાર્જ પહેલાનાં દૃશ્યો દેખાતાં હતાં. 
આ વીડિયોમાં મોઢે નકાબ બાંધેલા અને હાથમાં પથ્થરો લઈને લાઈબ્રેરીમાં ઘૂસતા છાત્રો દેખાતા હતાં. આ વીડિયો ઉપરથી એવું ફલિત થયું હતું કે, લાઈબ્રેરીમાં જેનાં ઉપર પોલીસે દમન આચર્યુ હોવાનાં આક્ષેપો થાય છે તે વાસ્તવમાં વિદ્યાર્થીઓ નહોતા પણ છૂપાવા માટે આવેલા તોફાનીઓ હતાં.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer