તોફાની તત્ત્વોની ઉશ્કેરણીમાં ન આવવા દિલ્હી પોલીસને શાહની સલાહ

તોફાની તત્ત્વોની ઉશ્કેરણીમાં ન આવવા દિલ્હી પોલીસને શાહની સલાહ
નવીદિલ્હી, તા.16 : દિલ્હી પોલીસનાં સ્થાપના દિને જ એક વીડિયો એવો સપાટી ઉપર આવ્યો છે જેમાં પોલીસની છબી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. જામિયા મિલિયા ઈસ્લામિયામાં પોલીસ દ્વારા આચરવામાં આવેલા અતિરેકનો આ નવો વીડિયો સામે આવ્યો છે ત્યારે જ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને તોફાની તત્ત્વો સામે સખ્તાઈથી કામ પાડવા સજ્જ રહેવા કહ્યું છે અને સાથોસાથ આવા શરારતી લોકોની ઉશ્કેરણીમાં નહીં આવી જવાં માટે સાવધાની વર્તવાની સલાહ પણ આપી હતી. 
તેમણે કહ્યું હતું કે, ગુસ્સો અને ઉકસાવા બાદ પણ પોલીસે શાંત રહેવું જોઈએ અને તોફાની તત્ત્વો સામે કડક કાર્યવાહી માટે સજ્જ રહેવું જોઈએ. દિલ્હી પોલીસ કોઈપણ અવસરે સરદાર પટેલની આ સલાહનું પાલન કરતી હોવાનું પોતાનું માનવું હોવાનું પણ શાહે કહ્યું હતું.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer