AGR વોડાફોન-આઇડિયાએ સુપ્રીમ કોર્ટ પાસેથી ટાઈમ માગ્યો

AGR વોડાફોન-આઇડિયાએ સુપ્રીમ કોર્ટ પાસેથી ટાઈમ માગ્યો
મુંબઈ, તા. 16 : દેવાના ભારે બોજ તળે દબાયેલી વોડાફોન- આઇડિયા કંપનીએ કહ્યું હતું કે, તે સરકારન એજીઆરનું દેવું ચૂકવી દેવા તૈયાર છે. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકવણીની સમય મર્યાદામાં ઉદારતા દાખવવામાં આવશે તો જ કંપની પોતાનો કારોબાર જારી રાખી શકશે. વોડાફોન- આઇડિયાએ રૂા. 53,000 કરોડની રકમની ચૂકવણીની સમયમર્યાદા વધારવાનો અનુરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.
વાસ્તવમાં વોડાફોન-આઇડિયા ઉપર રૂપિયા 1.1 લાખ કરોડ કરતાં વધુનું દેવું છે અને ઉપરથી સુપ્રીમ કોર્ટના એજીઆરના નિર્ણયની સૌથી વધુ અસર વોડાફોન- આઇડિયા ઉપર થઇ રહી છે. વોડાફોન- આઇડિયાએ કહ્યું હતું કે, તેઓ એ વાતનું આકલન કરી રહ્યા છે કે તેઓ સરકારને કેટલા નાણાં ચૂકવી શકે તેમ છે. દૂરસંચાર વિભાગને એજીઆરનું ઋણ ચૂકવી શકાશે કે નહિ તેની આશંકા વચ્ચે વોડાફોન- આઇડિયાએ કહ્યું હતું કે, અનુકૂળતા ચકાસ્યા બાદ કંપનીએ થોડા જ સમયમાં રકમ ચૂકવી દેવાનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે ચૂકવણીની સમયમર્યાદામાં રાહત જરૂરી છે તેવું કંપનીએ સ્પષ્ટપણે કહ્યુંહતું.

Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer