બિગબોસમાં સિદ્ધાર્થ શુક્લા અને આસીમને સરખા વૉટ મળ્યા હતાં?

બિગબોસમાં સિદ્ધાર્થ શુક્લા અને આસીમને સરખા વૉટ મળ્યા હતાં?
વાઈરલ વીડિયોથી ફિક્સિંગની આશંકા: લોકોએ પક્ષપાતનાં આરોપો લગાવ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની 13મી સીઝનમાં વિજેતા તરીકે સિદ્ધાર્થ શુક્લા ઉભરી આવવા સાથે જ સોશિયલ મીડિયામાં ફિક્સિંગનાં આક્ષેપો થવા લાગ્યા હતાં. સંખ્યાબંધ લોકો આ શોનાં નિર્માતાઓ ઉપર પક્ષપાતનો આરોપ પણ લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે બહાર આવેલા એક વીડિયોએ ભારે ચકચાર મચાવી છે. કથિતરૂપે બિગ બોસનાં કંટ્રોલરૂમનાં આ વીડિયોમાં કેટલાંક લોકો એવું બોલતા સંભળાય છે કે સિદ્ધાર્થ અને આસીમ રિયાઝને એક સરખા વોટ મળ્યા છે. 
આ પહેલા સોશિયલ મીડિયામાં ફિક્સિંગનાં આરોપો લાગ્યા બાદ સિદ્ધાર્થ શુક્લાએ એક પ્રસાર માધ્યમમાં ઈન્ટરવ્યુ આપતાં તમામ આરોપોને નકારી કાઢ્યા હતાં અને કહ્યું હતું કે, જ્યારે લોકો આવું વિચારે ત્યારે દુ:ખ થાય છે. તેણે મહામહેનતે આ શો જીત્યો છે. આવી જ રીતે આસીમ રિયાઝે પણ ફિક્સિંગનાં આક્ષેપો ખારિજ કરી દીધા હતાં. તેણે કહ્યું હતું કે, શોમાં કંઈ જ પૂર્વાયોજિત હોતું નથી અને જે ઘટનાઓ ઘરમાં બને છે તેને જ દર્શકો સામે પેશ કરવામાં આવે છે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer