`રાધે''ના ક્રૂ મેમ્બર્સના ખાતામાં પૈસા જમા કરાવ્યા સલમાન ખાને

`રાધે''ના ક્રૂ મેમ્બર્સના ખાતામાં પૈસા જમા કરાવ્યા સલમાન ખાને
કોરોના વાયરસના લીધે બોલીવૂડમાં પણ લોકડાઉન છે. કલાકારો પોતાના ઘરમાં પરિવાર સાથે આનંદ કરે છે પરંતુ આ ઉદ્યોગમાંર હેલા દૈનિક મજૂરોની રોજીરોટીને પ્રશ્ન ખડો થયો છે. 22 માર્ચ બાદથી ફિલ્મોના શાટિંગ બંધ છે એટલે તે સાથે રોજીંદી મજૂરી મેળવતા ક્રૂના સભ્યો તથા ટેકનિશિયનોની આવક પણ બંધ થઈ છે. આવા લોકોને મદદ કરવા ઘણા કલાકારો આગળ આવ્યા છે અને આમાંનો એક સલમાન ખાન પણ છે. સલમાનની આગામી ફિલ્મ રાધેનું શાટિંગ અટકી પડયું છે છતાં હાલમાં તેણે રાધેના 26 માર્ચથી બીજી એપ્રિલ સુધી કામ પર રાખવામાં આવેલા ક્રૂ મેમ્બર્સના બેન્કના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે જેથી તેમને તેમના રોજીંદા નિર્વાહમાં મુશ્કેલી ન થાય.
આ ઉપરાંત ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (એફડબ્યુઆઈસીઈ) સાથે જોડાયેલા 25 હજાર આર્ટિસ્ટોને સહાય કરવા માટે પણ સલમાન આગળ આવ્યો છે. આ સંગઠનના પ્રમુખ બી. કે. તિવારીએ કહ્યું હતું કે, સલમાને તેમનો સંપર્ક કર્યો હતો અને અમે તેને સૌથી વધુ જરૂરિયાત ધરાવનારા વર્કરોની યાદી આપી છે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer