રામાયણના પુન: પ્રસારણે સર્જયો નવો ઈતિહાસ

રામાયણના પુન: પ્રસારણે સર્જયો નવો ઈતિહાસ
17 કરોડથી અધિક ભારતીયો જુએ છે આ સિરિયલ
ત્રણ દાયકા જૂની સિરિયલ રામાયણના શરૂ થયેલા પુન?પ્રસારણે એક નવો ઈતિહાસ સર્જયો છે. આશરે 17 કરોડથી અધિક દર્શકો આ સિરિયલને જુએ છે એવું બ્રૉડકાસ્ટ અૉડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)એ કરેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. રામાનંદ સાગર નિર્મિત આ સિરિયલ સૌથી વધુ દર્શકો ધરાવનારી સિરિયલ ફરી એકવાર બની છે.
કોવિદ-19ની વૈશ્વિક મહામારીના માનસિકતાણભર્યા સમયમાં ગત શનિવારથી રામાયણનું રિ-રન શરૂ થયું હતું. સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાંને અનપેક્ષિત પ્રતિસાદ સાંપડયો છે. બાર્કના ચીફ એક્ઝિક્યુટિવ સુનીલ લુલ્લાએ જણાવ્યું હતું કે, આ સિરિઝને મળેલો પ્રતિસાદ અમારે માટે પણ આશ્ચર્યકારક છે. પ્રસાર ભારતીનું આ પગલું ઉત્તમ અને અસરકારક સાબિત થયું છે. થોડા દિવસમાં તો એડવર્ટાઈઝર્સ પણ સંપર્ક કરવા લાગ્યા છે.
ગત શનિવારે રામાયણનો પ્રથમ એપિસોડ પ્રસારિત થયો ત્યારે 3.4 કરોડ દર્શકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા અને 3.4 ટકાનું રાટિંગ મળ્યું હતું. જયારે સાંજના પ્રસારિત બીજો એપિસોડ 4.5 કરોડ દર્શકોએ જોયો હતો અને તેને 5.2 ટકાનું રાટિંગ મળ્યું હતું. જયારે રવિવારે સવાર ચાર કરોડ અને સાંજે 5.1 કરોડ દર્શકોએ રામાયણનો આનંદ લીધો હતો. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer