આર્થિક અનુદાન સાથે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા કોવિદ-19નો સામનો કરવામાં શાહરૂખ ખાનનું અનોખું યોગદાન

આર્થિક અનુદાન સાથે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા કોવિદ-19નો સામનો કરવામાં શાહરૂખ ખાનનું અનોખું યોગદાન
અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગણ, વરુણ ધવન કે કાર્તિક આર્યન જેવા બોલીવૂડના સિતારાઓએ કોવિદ-19નો સામનો કરવામાં વડા પ્રધાન રાહત ભંડોળમાં કરોડો રૂપિયાનું અનુદાન આપ્યા બાદ હવે શાહરૂખ ખાને પોતાના યોગદાનની વિગતો જાહેર કરી છે. તાજેતરમાં તેણે એક નિવેદનમાં વડા પ્રધાન અને મુખ્ય પ્રદાન રાહત ભંડોળમાં આર્થિક યોગદાન (આંકડો બહાર પાડયા વગર) કર્યાનું જણાવવા સાથે હેલ્થ કેર વર્કરો અને મજૂરો તથા જરૂરિયાતમંદોને મદદ કરવા વિવિધ પ્રવૃત્તિઓના પહેલ કરવા અંગે પણ જણાવ્યું હતું.
શાહરૂખે કહ્યું હતું કે, હાલના સંજોગો જોતાં મેં અને મારી ટીમે ચરાચ કરીને સહાય કરવાની આગવી યોજના બનાવી છે. અને કેટલીક પહેલ કરી રહ્યા છીએ અને આશા છે કે આના લીધે સમાજમાં પોઝિટવ અસર થશે. અમે શરૂઆતમાં મુંબઈ, નવી દિલ્હી અને કોલકાતા પર ધ્યાન આપીશું. આ તો હજુ શરૂઆત છે અને મે અમારી રીતે શકય એટલું યોગદાન આપવા તૈયાર છીએ.
શાહરૂખે હેલ્થ કેર પ્રોફેશન્લસને આપણી સુરક્ષા માટે પોતાનું જીવન જોખમમાં મૂકતા રિયલ હીરો તરીકે બિરદાવ્યા છે તથા પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના હેલ્થ કેર પચાસ હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઈકવિપમેન્ટ કિટ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન તેની સ્વયંસેવી સંસ્થા મીર ફાઉન્ડેશન એક સાથ- ધ અર્થ ફાઉડેશન અને રોટી ફાઉન્ડેશન સાથે મળીને એક મહિના સુધી આશરે 5,500 પરિવારને રોજીંદી જરૂરિયાતની ખાદ્ય સામગ્રી પહોંચાડશે. રસોડું શરૂ કરીને હોસ્પિટલ તથા ઘરોમાં રહેલા આશરે બે હજાર જરૂરિયાતમંદોને ભોજન આપશે તથા મહારાષ્ટ્રના ત્રણ લાખ મજુરો તથા જરૂરિયામંદોને રેશન કિટ આપશે. દિલ્હીમાં પણ અઢી હજાર મજૂરોને એક મહિનો ચાલે એટલું કરિયાણું આપશે.
ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં રહેતી એસિડ હુમલાનો ભોગ બનેલી એકસો પીડિતાને માસિક સ્ટાઈપન્ડ આપવામાં આવશે જેથી તેમની દૈનિક જરૂરિયાત પૂરી થઈ શકે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer