કોરોનાના અંધકાર સામે પ્રકાશ ફેલાવો : શાત્રી

કોરોનાના અંધકાર સામે પ્રકાશ ફેલાવો : શાત્રી
નવી દિલ્હી, તા.3: ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રી અને ઓફ સ્પિનર હરભજનસિંધે દેશવાસીઓને કોરોના સામેના જંગમાં વડાપ્રધાન મોદીનો સાથ આપવા અપીલ કરી છે. તેમણે કહયું છે કે મોદી કોરોનાના અંધકાર સામે ભારતને એકતા અને પ્રકાશની શક્તિનું પ્રદર્શન કરવા કહ્યું છે. જેમાં આપણે સહુ સાથ આપીએ. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે 9-00 વાગ્યે તમામ લોકોના તેમના ઘરના દરવાજા પાસે ઉભા રહીને 9 મિનિટ સુધી દીવા કે ટોર્ચથી પ્રકાશ ફેલાવે. આ દરમિયાન લાઇટો બંધ રાખે.  જેના પર રવિ શાત્રી અને હરભજનસિંઘે ટિવટ કરીને કહ્યું છે કે કોરોના સામેની લડાઇમાં આ પણ એક જવાબદારી છે. આથી જુસ્સો વધશે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer