પાક.ના અલ્પસંખ્યકો માટે યુવરાજ અને હરભજનને વીડિયો બનાવવાની કનેરિયાની અપીલ

પાક.ના અલ્પસંખ્યકો માટે યુવરાજ અને હરભજનને વીડિયો બનાવવાની કનેરિયાની અપીલ
નવી દિલ્હી, તા.3: કોરોના વાઇરસને લીધે પાકિસ્તાનની હાલત ઘણી ખરાબ છે. એવા રિપોર્ટ છે કે પાક.માં રહેતા અલ્પસંખ્યકો સામે ઇમરાન ખાન સરકાર કોઇ ખાસ પગલાં લેતી નથી. એવામાં પાક.ના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંઘ અને હરભજનસિંઘ સાથે મળી એક વીડિયો બનાવવાની અપીલ કરી છે. આ વીડિયોમાં કનેરિયા એવો સંદેશ આપવા માંગે છે કે પાકિસ્તાનમાં વસવાટ કરતા અલ્પસંખ્યકોનો સપોર્ટ કરો. કરાચીમાં જન્મેલા આ હિન્દુ ક્રિકેટરે કહ્યું છે કે મારો આગ્રહ છે કે યુવરાજ અને હરભજન પાક.માં રહેતા અલ્પસંખ્યકો માટે એક વીડિયો બનાવે. કોરોના વાઇરસને લીધે મુશ્કેલના સમયમાં આપની જરૂર છે. આ ઉપરાંત કનેરિયાએ ડોનેશન માટે લિંક શેર કરી છે.
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer