ખાખીમાં દેવદૂત : એકલા રહેતા વૃદ્ધાને પોલીસ કોન્સ્ટેબલે દવાઓ અને શાકભાજી લાવી આપ્યા

મુંબઈ, તા.3 :દેવદૂત ખાકી ગણવેશમાં પણ હોઈ શકે છે, એવું ગામદેવીમાંરહેતાં 82 વષર્ના સિનિયર સિટિઝન મહિલા શામલા જયારામ માને છે.  ગામદેવી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શિવાજી બોરસેલોકડાઉનના સમયમાં એકલા રહેતા આ સિનિયર સિટીઝનની મદદે આવ્યા છે.   ડાયાબિટીઝના દરદી આ વૃદ્ધા જે દવા લે છે તે ખતમ થઈ ગઈ હતી. નિયમિત આ વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટિઝનની હાજરી જોવા જતા શિવાજી બોરસેને શામલાએ ફોન કર્યો હતો. બોરસે તત્કાળ આવ્યો હતો અને આ વૃદ્ધાએ તેમને દવા લાવવાનું કહ્યું હતું સાથે સાથે શાકભાજી પણ ઘરમાં નહોતા અને એટીએમમાંથી પૈસા પણ કઢાવવાના હતા. શામલાએ કહ્યું હતું કે દવાઓ તો ટીક પરંતુ પોલીસવાળાને શાકભાજી લઈ આવવાનું અને પૈસા કઢાવવાનું કેમ કહેવું એનો સંકોચ હતો. થોડી નરમાશથી મેં વિનંતી કરી તો બોરસેએ કહ્યું કે એમાં શું, તમે મને નિસંકોચ કહો એ કામ કરી આપીશ.  
શામાલાની પુત્રી દીપા કફ પરેડમાં રહે છે પરંતુ હાલમાં તેઓ મળી શકતા નથી. બોરસેએ શાકભાજી, દવાઓ અને ચલણી નોટો લાવીને આ વૃદ્ધાને આપી હતી. 
 કોન્સ્ટેબલ બોરસેએ કહ્યું હતું કે કોઈ વૃદ્ધ વ્યક્તિને હાલના સમયે સહાયની જરૂર હોય છે.  તેઓ લાચાર છે અને તેના સગા-સંબંધીઓ દૂર રહે છે... આવા લોકોને મદદ કરવી એ ફરજ હોવા ઉપરાંત માનવતાનું પણ કામ છે જે કોઈ પણ વ્યક્તિએ કરવું જોઈએ. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer