મીરા રોડના અનેક વિસ્તારો સીલ

અમારા પ્રતિનિધિ તરફથી
મીરા રોડ : મીરારોડમાં કોરોનાના 6 કેસ મળી આવ્યા એ પછી તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગલાં રૂપે નવઘર રોડ, કૅબિન રોડ, શિવસેના ગલી, મેડતિયાં નગર અને કાનુંગો એસ્ટેટ વિસ્તારને સેન્સેટિવ ઘોષિત કરવામાં આવ્યા છે અને ત્યાં રેડ એલર્ટની જાહેરાત કરાઈ છે. આ વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો તેમજ લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવા માં આવ્યો છે. માત્ર ઈમરજન્સીના સંજોગોમાં કોઈને બહાર નીકળવાની છૂટ છે. જગ્યાએ જગ્યાએ પોલીસે બેરિગેટસ લગાડી રસ્તા બંધ કર્યા છે. અતિઆવશ્યક સેવાઓ માટે અને પત્રકારો માટે પહેલેથીજ આવવા જવા માટેપાસઇસ્યુ કરવામાં આવ્યા છે. આ સિવાય ફક્ત મેડિકલ ઇમર્જન્સી માટે લોકોને જવા દેવામાં આવે છે.
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer