શહેરમાં અટવાયેલા 700 મજૂરોને બીલ્ડરો કામચલાઉ રહેઠાણ આપશે

મુંબઈ, તા. 3 : ગત 24 માર્ચથી લાગુ પડેલા રાષ્ટ્રીય લૉકડાઉનથી કામ અને આશ્રય વિના શહેરમાં અટવાઈ ઞયેલા મજૂરોને સાંતાક્રુઝના રાજા બિલ્ડરે કામચલાઉ રહેવાની સુવિધાની ઓફર કરી છે.રાજા બિલ્ડરના મોભી નરેન્દ્ર ભાટીયાએ કહ્યું હતું કે બાંધકામ મજૂરોએ અમારી ઇમારતો બાંધી છે હવે તેમની જરૂરિયાતના સમયમાં તેમને મદદ કરવી એ અમારી ફરજ બની રહે છે.રાજા બિલ્ડરે પરાંમાં 90 ઈમારતો બાંધી છે, ભાટીયાએ તેમની સાત માળની બિલ્ડીગના છ માળ મજૂરો માટે ફાળવવાની ઓફર કરી છે જેમાં 700 મજૂરોને સહેલાઈથી વસાવી શકાસે, 12000 મજૂરોને ભોજન 
26/11ના મુંબઇ હુમલા બાદ સ્થપાયેલા તાજ પબ્લિક સર્વિસ વેલફેર ટ્રસ્ટ હાલ કસ્તુરબા હોસ્પિટલ, કેઈએમ હોસ્પિટલ, લોકમાન્ય ટિળક મ્યુનિસિપલ મેડીકલ કોલેજ, નાયર હોસ્પિટલ અને જે જે હોસ્પિટલને રોજ 8000 ભોજન પૂરાં પાડી રહ્યું છે તે ગુરુવારથી 12000 મજૂરોને ફૂડ પેકેટ પૂરાં પાડી રહ્યું છે. 
ટ્રસ્ટના ચેરમેન ડૉ પી વી રામન્ના મૂર્તિએ જણાવ્યું હતું કે અમે મુંબઈ, દિલ્હી અને બેંન્ગલોરમાં ભોજન પુરાં પાડી રહ્યા છીએ ઉપરાંત દિલ્હી યુપી ની સીમા પર અટવાયેલા મજૂરોને પણ મદદ કરવા તૈયાર છીએ.
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer