દારૂ બનાવતી 48 ડિસ્ટીલરીને સેનિટાઇઝર બનાવાની મંજૂરી

મુંબઈ, તા. 3 : કોવિડ-19ના રોગચાળાને ધ્યાનમાં રાખીને રાજ્યની 49 ડિસ્ટીલરીને હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરવાની પરવાનગી અપાઈ છે. આની સામૂહિક ક્ષમતા દરરોજની સાડાચાર લાખ લીટર છે. આ  ડિસ્ટીલરી ખાંડના ઉત્પાદનમાં મળતી પેટાપેદાશમાંથી દારૂ અને ઈથેનોલ બનાવે છે. લોકડાઉન દરમ્યાન દારૂનું ઉત્પાદન બંધ હોવાથી સરાકરે આ ડિસ્ટીલરીને સેનિટાઇઝર બનાવાની પરવાનગી આપી છે. આ ડિસ્ટીલરીએ ઉત્પાદન શરૂ કરી દીધું છે,પરંતુ ચીનથી આયાત થતી પાકિંગ બોટલની અછત છે. આથી ડિસ્ટીલરી કૅનમાં સેનિટાઇઝર હોસ્પિટલને પહોંચાડે છે. આમાં ડિસ્ટીલરી કોઈ નફો લેતી નથી. મહારાષ્ટ્રની મોટા ભાગની ડિસ્ટીલરીને સેનિટાઇઝર બનાવાનો પરવાનો અપાયો છે.
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer