શિપક્રુઝ શિપ અને ફ્લોટેલમાં ક્વૉરેન્ટાઇન સુવિધા વિકસાવાશે

મુંબઈ, તા. 3 : કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવાની વધુસુવિધા ઊભી કરવા મુંબઈ મહાપાલિકાએ નક્કી કર્યું છે કે ક્રુઝ શિપ અને ફ્લાટિંગ હોટેલનો આઇસોલેશન સેન્ટર તરીકે ઉપયોગ કરવો. ગેટવે ઓફ ઇન્ડિયા પાસે લાંગરેલી ક્રુઝ શિપને ક્વોરેન્ટાઇનના અનામત સ્થળ તરીકે તૈયાર રખાશે. પાલિકાના આયુક્ત પ્રવિણ પરદેશીએ અધિકારીઓને નાના ઘરને લીધે અલગ ન રહી શકનારા લોકો માટે ખાનગી જગ્યાઓ શોધી કાઢવાનો આદેશ આપ્યો હતો. પાલિકા અધિકારીએ કહ્યું હતું કે મુંબઈ અને ગોવા વચ્ચે ઓપરેટ કરતી શિપના માલિક સાથે અમારી વાતચીત ચાલી રહીછે. આમાં 300-350 રૂમ છે. અમે કમર્શિયલ શિપ જેમાં રૂમ અને બેડ હોય એના માલિકો સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer