મુંબઈ ઍરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઈએસએફના 11 જવાન કોરોનાગ્રસ્ત

અમારા પ્રતિનિધિ તરફથી 
વાશી, તા. 3 : નવી મુંબઈમાંથી શુક્રવારે કોરોનાના પંદરેક પેશન્ટ મળી આવ્યા હતા,. આમાંથી 6 સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનો છે. આ જવાનો મુંબઈ એરપોર્ટ પર ફરજ બજાવે છે. એક જવાનનો ટેસ્ટ 27 માર્ચના પોઝીટીવ આવ્યો હતો. તેની સાથે રહેતા બીજા દસ જવાનને પણ ચેપ લાગ્યો હતો. કોરોનાગ્રસ્ત 11 જવાનોને કસ્તુરબામાં શિફ્ટ કરવાની યોજના છે. 
નવી મુંબઈમાં ખારઘર સ્થિત સીઆઈએસએફનાકૅમ્પમાં કુલ 146 જવાનો અને અધિકારીઓ તૈનાત છે. આમાંથી પાંચને પહેલા કોરોના લાગુ પડ્યો હતો. વધુ તપાસ કરાતા શુક્રવારે કોરોનાગ્રસ્ત બીજા છ જવાન મળ્યા હતા. ટૂંકમાં કુલ 11 જવાન કોરોનાની સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ કૅમ્પમાના તમામ જવાનો અને અધિકારીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. 
આ ઉપરાંત નવી મુંબઈમેથી અન્ય નવ નવા પેશન્ટ મળી આવ્યા છે. આમાંથી પાંચ વાશીમા, બે નેરૂળમા અને બે કોપર ખૈરણેમાં રહે છે. આમ નવી મુંબઈમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા 28ની થઈ ગઈ છે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer