મહાનગર પાલિકાએ મુંબઈના 212 વિસ્તારો સીલ કર્યા

મહાનગર પાલિકાએ મુંબઈના 212 વિસ્તારો સીલ કર્યા
હૉટેલોમાં 10,000 રૂમોનો કબ્જો લીધો 
મુંબઈ, તા.3 : મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના 212 વિસ્તારો સીલ કરી દીધાં છે અને જે લોકોને કવૉરાન્ટાઈન કરવાના છે તેમને રહેવા  માટે હોટેલોમાં અને રેસિડેન્શિયલ કૉમ્પલેક્ષોમાં 10000 રૂમોનો કબ્જો લીધો છે 
મ્યુનીસીપલ કમિશ્નર પ્રવીણ પરદેશીએ જણાવ્યું હતું કે `હા, કોરોના વાયરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે, પરિસ્થિતિને પહોંચી વળવા  અમે 212 વિસ્તારો સીલ કરી દીધાં છેઅને વાયરસ વધુ  ન ફેલાય એ માટે વધુ વિસ્તારો પણ સીલ કરાશે.'
પરદેશીએ વધુમાં જણાવ્યું હતું કે આજ સુધી પાલિકાએ વિવિધ હોટેલો, લૉજ, નિવાસી ઈમારતો અને બિલ્ડરોના ખાલી પડેલાં ફલેટસ મળી ને 10000 રૂમોનો કબ્જો લઇ લીધો છે,કોરોનાના શંકાસ્પદ દરદીઓને ત્યાં કવૉરેન્ટાઇન કરવામાં આવશે. 
પાલિકાએ મ્હાડા સાથે પણ ટાઈ અપ કરીને મ્હાડાએ 624 ખાલી ઘર આપવાની તૈયારી બતાવી છે.
આમાંથી 270 ફલેટ માનખુર્દ કોલોનીમાં, 170 ચારકોપમાં અને 190 ઘર કાંદીવલીના મહાવીર નગરમાં છે.  પાલિકા વડાએ કોરોના વાઈરસનો પ્રકોપ ફાટી નીકળ્યા બાદ બંધ થયેલી બધી ખાનગી હોસ્પિટલો અને ડીસ્પેનસરીઓને ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.  
પાલિકાએ ગુરૂવારે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે જો ખાનગી હોસ્પિટલો અને ડીસ્પેનસરીઓ નહીં ખોલવામાં આવે અને દરદીઓની પૂરતી કાળજી નહીં લેવાય તો તેમની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer