ભૂલેશ્વરમાં સેનેટાઇઝિંગે જોર પકડ્યું

ભૂલેશ્વરમાં સેનેટાઇઝિંગે જોર પકડ્યું
મુંબઈ, તા. 3 : સક્ષમ ફાઉન્ડેશન અને દક્ષિણ મુંબઈના વૉર્ડ ક્રમાંક 221ના નગરસેવક આકાશ રાજ પુરોહિતના સહયોગથી ભૂલેશ્વરના મકાનોને સેનેટાઇઝ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં સક્ષમ ફાઉન્ડેશનના સંયોજક દિલીપ માહેશ્વરી, પરેશ યાજ્ઞિક, ચંપાલાલ રાણાવત, રોહિતભાઈ સહિત તમામ બિલ્ડિગના રહેવાસીઓનો પૂરો સહકાર મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સક્ષમ ફાઉન્ડેશન કોરોનાની મહામારીનો સામનો કરવા સરકારી, અર્ધસરકારી તેમ જ સેવાભાવી સંસ્થાઓ સાથે યોગ્ય સંકલન કરી નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય છેલ્લા એક મહિનાથી કરી રહ્યું છે. 

Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer