સેવન હિલ્સ હોસ્પિટલ ખાતે 1500 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાશે

સેવન હિલ્સ હોસ્પિટલ ખાતે 1500 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાશે
મુંબઈ, તા 3 : બે અઠવાડિયામાં, મુંબઈની મરોલસ્થિત સેવન હિલ્સ હોસ્પિટલ, જ્યાં તાજેતરમાં ક્વૉરન્ટાઈનની સુવિધા શરૂ કરવામાં આવી હતી ત્યાં હવે 1500 પલંગ ધરાવતા આઈસોલેશન સેન્ટર શરૂ કરાશે. મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે આ પ્રજેક્ટને અંતિમ મંજૂરી આપી હતી. આ શહેરનું જ નહીં, દેશનું સૌથી મોટું કોવિડ-19 આઈસોલેશન સેન્ટર હશે. 
મુંબઈમાં વધી રહેલા કોવિડ-19ની સંખ્યાને ધ્યાનમાં રાખી પાલિકા અને રાજ્ય પ્રશાસન કોવિડ-19 માટે કારણભૂત સાર્સ-સીઓવી-2ના ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખી નાનાને બદલે મોટા આઈસોલેશન સેન્ટર શરૂ કરવા પર ભાર મુકી રહ્યું છે.1500 પલંગ સાથે સેવન હિલ્સ હોસ્પિટલ દેશની સૌથી મોટી આઈસોલેશન સુવિધા ધરાવતું કેન્દ્ર હોવાનું પાલિકાએ જણાવ્યું. હોસ્પિટલમાં હાલ 350 ક્વૉરન્ટાઈન બેડ્સની સાથે 100 આઈસોલેશન બેની સુવિધા છે. પરંતુ આગામી 10-15 દિવસમાં અમે હોસ્પિટલમાં જ આઈસોલેશન બેડની સંખ્યા 1500 જેટલી કરવા માંગીએ છીએ, એમ પાલિકાના એડિશનલ કમિશનર (હેલ્થ) સુરેશ કાકાણીએ જણાવ્યું. 1500 બેડમાંથી સોમાં વેન્ટિલેટર્સ હશે. પાલિકા સેન્ટર ખાતે સો નર્સની સેવા લેવાનું પણ વિચારી રહી છે. સેન્ટર ખાતે રોજ 500 નર્સ ત્રણ પાળીમાં કાર્યરત રહેશે. 
અગાઉ આવેલા અહેવાલો મુજબ 2018માં બંધ થયેલી સેવન હિલ્સ હોસ્પિટલ ખાતે 350 બેડની સુવિધા ધરાવતું ક્રીનિંગ અને આઈસોલેશન સેન્ટર બનશે. 18 માર્ચે ક્રીનિંગ સેન્ટર તરીકે કાર્યરત થઈ. હાલ 145 શંકાસ્પદ દરદીઓને સેવન હિલ્સ હોસ્પિટલ ખાતે ક્વૉરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે, જેમના સેમ્પલ લઈ કસ્તુરબા ખાતે મોકલવામાં આવ્યા છે.  મુંબઈમાં હાલ 2000 આઈસોલેશન બેડ છે, જેમાંથી 1000 પાલિકાની હોસ્પિટલમાં તથા બાકીના ખાનગી અને સરકાર સંચાલિત હોસ્પિટલ્સમાં છે. ખાનગી અને સરકારી એમ બંને સેક્ટરમાં ઈમર્જન્સી ન હોય એવી સેવા બંધ થવાને કારણે અમક બેડ ખાલી થતાં એનો ઉપયોગ આઈસોલેશન માટે કરી શકાશે. મા6 કેઈએમમાં જ 2000 આઈસોલેશન બેડ હોવાનું કેઈએમના ભૂતપૂર્વ ડીન અવિનાશ સુપેએ જણાવ્યું હતું. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer