રેલવેના 20,000 કૉચીસમાં બનશે 3.20 લાખ કવૉરન્ટાઈન બેડ

રેલવેના 20,000 કૉચીસમાં બનશે 3.20 લાખ કવૉરન્ટાઈન બેડ
મુંબઈ, તા.3 : દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પ્રકોપને પહોંચી વળવા ભારતીય રેલવે સજ્જ થઈ છે,જો કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા વિદેશોની જેમ વધી જાય તો દેશમાં હોસ્પિટલો ઓછી પડે એવા સંજોગોમાં રેલવે ડબ્બાઓમાં બેડ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. 
ટ્રેનોના લગભગ 20000 ડબ્બાઓમાં 3.20 લાખ કવૉરેન્ટાઈન બેડ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
ગુજરાતમાં 6 દિવસમાં 2200 બેડ્સની હોસ્પિટલો તૈયાર થઈ ચૂકી છે.આ રેલવે કૉચ હોસ્પિટલો અમદાવાદ , રાજકોટ, સૂરત અને વડોદરા શહેરમાં તૈયાર કરાઈ છે. 
 આમ ભારતીય રેલવે પ્રવાસીઓ અને માલના પરિવહન બાદ આરોગ્ય ક્ષેત્રે અતિ મહત્વની ભૂમિકા ભજવશે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer