ફિલ્મ નિર્માતા સલીમ મુરાનીની દીકરી શાઝા કોરોના પોઝિટિવ

ફિલ્મ નિર્માતા સલીમ મુરાનીની દીકરી શાઝા કોરોના પોઝિટિવ
શાહરૂખ ખાન સાથે કેચલીક ફિલ્મોનું નિર્માણ કરનારા સલીમ મુરાનીની દીકરી શાઝાને કોરોનાનો ચેપ હોવાનું ટેસ્ટમાં મિદાન થયું છે.માર્ચ મહિનાના પ્રથણ સપ્તાહમાં જ શાઝા શ્રીલંકાથી પરત આવી હતી અને તેને કોઇ લક્ષણો જોવા ન મળતાં ટેસ્ટ કરાવવામાં આવ્યો નહતો. જયારે મુરાનીની બીજી દીકરી ઝોઆ 15 માર્ચની આસપાસ રાજસ્થાનથી આવી છે. તેનામાં થોડા લક્ષણોનો અણસાર આવતાં બંને બહેનોનો કોરોનાનાસ્ટેસ્ટ કરવામાં આવ્યો તો. ઝોઆમાં લક્ષણો લાગતા હતા છતાં તેનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ અને શાઝાનો પોઝિટવ આવ્યો છે એમ મુરાને જણાવ્યું હતું. આથી હાલમાં બંને બહેનોને નાણાવટી હોસ્પિટલમાં રાખવામાં આળી છે. શાજાની સારવાર શરૂ કરવામાં આવી છે જયારે ઝોઆને ક્વૉરન્ટાઇન કરવામાં આવી છે. જયારે મુરાની પરિવારના બાકીના સભ્યોને પણ ક્વૉરન્ટાઇન કરીને તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે બોલીવૂડમાં કોવિદ-19નો આ બીજો કેસ છે. સૌથી પહેલાં ગાયિકા કનિકા કપૂરને કોરોનાનો ચેપ હતો છતાં તે પાર્ટમાં જતાં ભારે ઊહાપોહ થયો હતો. જો કે,તેની સારવાર લાંબી ચાલી હતી અને હવે છઠ્ઠી વાર કરવામાં આવેલા કોરોના ટેસ્ટનું  પરિણામ નેગેટિવ આવતા કનિકાને ઘરે મોકલવામાં આવી છે. 
મુરાનીએ ફિલ્મ યોધ્ધાથી નિર્માતા તરીકે શરૂઆત કરી હતી. ત્યાર બાદ દમ તથા શાહરૂખ ખાનની ચેન્નઇ એક્સપ્રેસ, દિલવાલે, અને હેપી ન્યૂ યર જેવી ફિલ્મોનું નિર્માણ તેણે કર્યું હતું. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer