અહો આશ્ચર્ય ! એકતા કપૂરે પોતાની વીંટી અને બ્રેસલેટ કાઢી નાખ્યા

અહો આશ્ચર્ય ! એકતા કપૂરે પોતાની વીંટી અને બ્રેસલેટ કાઢી નાખ્યા
ફિલ્મો અને ટીવી સિરિયલની મિર્માત્રી એકતા કપૂરનો રત્નો અને તાવીજ અને દોરા-ધાગામાંનો વિશ્વાસ સર્વવિદિત છે. તેના હાથની દસે આંગળીમાં જાતજાતના રત્નો જડિત વીંટીઓ અને કાંડા પર બ્રેસલેટ તથા વિવિધ રંગના દોરા બાંધેલા જોવા મળતા હતા. તે જયોતિષમાં અનન્ય શ્રધ્ધા ધરાવતી હોવાથી શરીર પર ધારણ કરેલા રત્નોને કયારેય કાઢતી કે બદલાવતી નહીં. વળી કોઇ તેની વીંટીને હાથ લગાડે કે તેના વિશે કશું બોલે તો પણ સાંખી લેતી નહીં.  પરંતુ તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર વીંટી વગરના હાથની એક તસવીર શેર કરી છે. રત્નોની શક્તિમાં અકૂટ વિશ્વાસ ધરાવતી એકતા અવારનવાર કહેતી આવી છે કે આ રત્નો દ્વારા તેને ઊર્જા મળે છે અને તે તેની શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. આ ઉપરાંત અક્ષર `ક'માં પણ તે અનોખો વિશ્વાસ ધરાવે છે. આથી જ તેની ટીવી સિરિયલોના નામ `ક' થી શરૂ થાય છે.  નોંધનીય છે કે તાજેતરમાં એકતાએ જાહેર કર્યું છે કે તે તેનું વાર્ષિક વેતન લોકડાઉનના અસરગ્રસ્તોના રાહતકાર્યમાં આપશે. આ વેતનની રકમ અઢી કરોડ રૂપિયા છે.   

Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer