બોલીવૂડના સ્ટાર કલાકારોને એકછત્ર હેઠળ લાવ્યો અક્ષય કુમાર

બોલીવૂડના સ્ટાર કલાકારોને એકછત્ર હેઠળ લાવ્યો અક્ષય કુમાર
હાલમાં બધા માટે કસોટીનો કાળ ચાલે છે. બોલીવૂડના કલાકારોએ મનોરંજનની સાથે દેસસેવાનો ભાર પણ ઉપાડી લીધો છે. વડા પ્રધાન રાહત ભંડોળમાં બોલીવૂડમાંથી સોથી પહેલું યોગદાન અભિનેતા અક્ષય કુમાર આપીને શરૂઆત કરી હતી. આ માટે તેની પ્રશંસા પણ થઇ હતી. તેના આ પગલાં બાદ લગભર બધા જ સ્ટાર કલાકારે વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં અનુદાન આપ્યું છે તથા ફિલ્મ ફેડરેશન સાથે જોડાયેલા એકસ્ટ્રા કલાકાર અને કસબીઓના નિર્વાહની પણ જવાબદારી ઉપાડી લીધી છે. 
લોકડાઉનમાં લોકમનારંજન માટે કલાકારો સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો, વિડિયો અને પોસ્ટ મૂકતા રહે છે. આથી તેમના ચાહકોને તેમના હોમ ક્વૉરન્ટાઇનની માહિતી મળતી રહે. હવે આ દિશામાં તેઓ એક ડગલું આગળ વધ્યા છે અને લોકોનું મનોબળ મજબૂત બનાવવા માટે એક ગીત તૈયાર કરી રહ્યા છે. આ ગીત બનાવવાની પહેલ નિર્માત જેકી ભત્રગનાની સાથે મળીને અક્ષય કુમારે કરી છે. તેણે તાપસી પન્નુ, વિકી કૌશલ,ક્રીતિ સેનન, આયુષમાન ખુરાના, રાજકુમાર રાવ, સિધ્ધાર્થ મલ્હોત્રા, અનન્યા પાંડે જેવા કલાકારોને એકછત્ર લાવીને ગીતનું રેકોર્ડિંગ કર્યું છે. આ પ્રોત્સાહક ગીતના સંગીતકાર અને ગાયક વિશાલ મિશ્રા છે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer