કલર્સ ચેનલ પર સિરિયલો અને ફિલ્મો દ્વારા મનોરંજનનો મહાડોઝ મળશે

કલર્સ ચેનલ પર સિરિયલો અને ફિલ્મો દ્વારા મનોરંજનનો મહાડોઝ મળશે
લોકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સિંગને લીધો લોકોની સોશિયલ લાઇફ એકદમ કંટાળાજનક બની ગઇ છે. આ કારણે મોટા ભાગના લોકો નિરાશ રહેવા લાગ્યા છે. વળી ટીવી  સિરિયલોના શૂટિંગ બંધ હોવાથી પણ દર્શકો કંટાળી ગયા છે. આ કંટાળાને દૂક કરવા દૂરદર્શન તથા અન્ય ટીવી ચેનલો સાથે કલર્સ ચેનલ પણ મેદાનમાં ઉતરી છે. કલર્સ પર એકશન અને કોમેડીના મિક્સ ડોઝ સાથે ધાર્મિક સિરિયલોનો મહાડોઝ આપવામાં આવશે. સવારના 10 વાગ્યાથી એક વાગ્યા વચ્ચે ખતરોં કે ખિલાડી અને ખથરા ખથરા ખથરા આવશે. બપોરના સમયે ચેનલ પોતાની લાઇબ્રેરીમાંથી પારિવારિક ફિલ્મો પ્રસારિત કરીને મનોરંજન કરશે.સાંજના 4-6વાગ્યા વચ્ચે ધારમિક સિરિયલોમાં મહાકાલી અને રામ સિયા કે લવ કુશ આવશે જયારે પ્રાઇમ ટાઇમમાં કલર્સના પાચં ટોચના શો છોડી સરદારની, શક્તિ - અસ્તિત્વ કે અહેસાસ કી, બેરિસ્ટર બાબુ, નિદાય અને બિગબોસ સિઝન 13 પ્રસારિત કરવામાં આવશે. આ દરેક શો એક એક કલાક જોવા મળશે. જયારે વીકએન્ડમાં કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા અને નાગિન હશે.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer