લોકડાઉનની માનસિક અસર હળવી કરશે `ખીચડી'' અને `સારાભાઇ વર્સીસ સારાભાઇ''

લોકડાઉનની માનસિક અસર હળવી કરશે `ખીચડી'' અને `સારાભાઇ વર્સીસ સારાભાઇ''
લોકડાઉનમાં ઘરે બેસીને કંટાળી ગયેલા કેટલાય લોકોના માનસ પર અતિ વિપરિત અસર થઇ રહી છે. લોકોના મનંરંજન માટે દુરદર્શને રામાયણ, મહાભારત જેવી સિરિયલો શરૂ કરી એટલે વળી થોડી હળવાશ જોવા મળે છે. આના પરથી પ્રેરણા લઇને ખાનગી ચેનલોએ પણ પોતાની જૂની અને લોકપ્રિય સિરિયલોના પુન:પ્રસારણને શરૂ કર્યું છે. સ્ટાર પ્લસ પર હવે ખીચડી અને સારાભાઇ વર્સીસ સારાભાઇ જોવા મળશે. આ સિરિયલોના નિર્માતા જે.ડી. મજેઠિયાએ જણાવ્યું હતું કે, આનાથી લોકડાઉનની લોકમાનસ પર થઇ રહેલી ગંભીર અસર થોડી ઓછી થશે. આ પુન:પ્રસારણના અમને પૈસા નથી મળવાના પરંતુ જો લોકો તે જોઇને થોડા મોજમાં રહેશે તો પણ અમને આનંદ થશે. આ બંને સિરિયલ લોકોને હસાવશે અને તેમનું દુ:ખ હળવું કરશે. ગણા લોકો મને સોશિયલ મીડિયા પર આ શો શરૂ કરવાનું કહેતા હતા. મને યાદ છે એક વાર હું રિશી કપૂરને મળ્યો હતો ત્યારે તેમણે પણ કહ્યુંહ તું કે, મારી અને નીતુ વચ્ચે ચણભણ થઇ હોય પછી વાતાવરણ હળવું કરવા અમે પણ આ જ સિરિયલોના એકાદ-બે એપિસોડ જોઇએ છીએ.
હાલમાં મજેઠિયાની સિરિયલ ભાખરવાડી ચાલે છે. આ સિરિયલના પાંચ એપિસોડ થઇ જાય એટલી સ્ટોરી તૈયાર છે અને શાટિંગ શરૂ થતાં જ નવા શોનું પ્રસારણ થશે. તેમણે જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોમાં ઘણું બધું બદલાઇ ગયું છે એટલે તે અનુસાર અમારે પણ સ્ટોરીમાં ફેરફાર કરવો પડશે અને હું તે માટે તૈયાર છું. 
18 માર્ચથી ફિલ્મ અને ટીવીના શૂટિંગ બંધ છે. આ કારણે હજારો લોકોની રોજીરોટી અટકી ઘઇ છે. મજેઠિયાના મતે ટીવી ઉદ્યોગને રોજનું રૂ.50-60 કરોડનું નુકસાન થઇ રહ્યું છે. જોકે ,એકવાર કામ શરૂ થશે પછી થોડા વધુ કલાકો કામ કરીને આ નુકસાન સરભર કરી શકાશે. પરંતુ તે માટે અત્યારે દરેકની સંભાળ રાખવી જરૂરી છે. અમારા નિર્માણ ગૃહ સાથે સંકળાયેલા તમામ લોકોનો નિર્વાહ બરોબર થાય છે કે નહીંતેની અમે તકેદારી રાખે છીએ. દર થોડા દિવસે ફોન કરીને તેમના ખબરઅંતર પૂછીએ છઈએ. મારા ડ્રાઇવર અને ઘરકામ માટે આવનારાઓની પમ અમે પૂરતી સંભાળ રાખે છીએ. વર્ષમાં બે વાર હું ઉત્તરપ્રદેશ વ્રજમાં ગિરિરાજ જાઉં છું. ત્યાં વાંદરા અને ગાયો હોય છે. ત્યાં જનારાઓ તેમને ખાવાનું આપતા હોય છે. પરંતુ લોકડાઉનને કારણે ત્યાં કોઇ ભક્તો ન હોવાથી તેઓ ભૂખે મરતા હતા. મેં ત્યાં રહેલા એક ચણાવાળાને ફોન કરીને પૂછયું હતું અને અહીંથી પૈસા મોકલાવીને તેમના ખાવાપીવાની વ્યવસ્થા કરાવી છે. માનવીની સાથે પ્રાણીઓની સંભાળ રાખવી પણ જરૂરી છે. સરકાર બધે ન પહોંચી વળે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer