મેરિ કોમ લોકડાઉનમાં પણ પ્રેકટીસમાં વ્યસ્ત

મેરિ કોમ લોકડાઉનમાં પણ પ્રેકટીસમાં વ્યસ્ત
નવી દિલ્હી, તા.6 : લોકડાઉનની સ્થિતિમાં પણ મોટાભાગના ખેલાડીઓ ઘર બેઠાં ફિટનેસ પર કામ કરી રહયા છે. પાંચ વખતની વિશ્વ વિજેતા મહિલા મુકકેબાજ મેરિ કોમના કોચ છોટાલાલ યાદવે કહયું કે તે દરરોજ વીડિયો કોલથી મારી પાસેથી ટિપ્સ લે છે. તે લોકડાઉનમાં પણ સતત પ્રેકટીસ કરે છે. મેરિને હું એક સપ્તાહનો શેડયૂલ આપું છું. કોચ છોટાલાલ કહે છે કે જ્યારે પણ ખેલાડીઓ સ્ટેડિયમમાં પરત ફરશે ત્યારે તેમણે ઘણી સાવધાની રાખવી પડશે. તમામ ખેલાડીઓ માટે વાપસી પડકારરૂપ બની રહેશે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer