આઇપીએલ નહીં, ટી-20 વર્લ્ડ કપ પહેલી પ્રાથમિકતા: કમિન્સ

આઇપીએલ નહીં, ટી-20 વર્લ્ડ કપ પહેલી પ્રાથમિકતા: કમિન્સ
મેલબોર્ન, તા.6 : કોવિડ-19ની જીવલેણ મહામારીને લીધે પૂરી દુનિયામાં ક્રિકેટ સહિતની ખેલ ગતિવિધિ ઠપ છે. એવામાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ આઇપીએલ પર નહીં ટી-20 વર્લ્ડ કપને વધુ પ્રાથમિકતા આપી રહયો છે. કમિન્સની ઇચ્છા છે કે આ વર્ષના અંતમાં તેના દેશમાં નિર્ધારિત સમયે ટી-20 વર્લ્ડ કપનું આયોજન થાય. કમિન્સ આઇપીએલમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે. તેને 15.50 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને કોલકતા નાઇટ રાઈડર્સે ખરીદ્યો છે. તે કહે છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટી-20 વર્લ્ડ કપ આ વર્ષની સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. મારું માનવું છે કે તે ઓકટોબરમાં જરૂર રમાશે. મને આઇપીએલ રમાય તે પણ ગમશે, પણ વર્લ્ડ કપ મારી પહેલી પ્રાથમિકતા છે. આઇપીએલ હાલ 15 એપ્રિલ સુધ સ્થગિત છે. આ પછી પણ તેના આયોજનની નહીંવત આશા છે.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer