યુવરાજસિંઘે 50 લાખ આપ્યા

યુવરાજસિંઘે 50 લાખ આપ્યા
નવી દિલ્હી, તા.6: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંઘે કોરોના વાઇરસ સામેની લડાઇમાં સહયોગ આપ્યો છે. યુવરાજે પીએમ રાહત ફંડમાં 50 લાખ દાનમાં આપવાની આજે ઘોષણા કરી છે. 2007નો ટી-20 અને 2011નો વન ડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં રહેલ યુવરાજે કોરોના સામેની લડતમાં  સરકારના દિશા-નિર્દેશનો અમલ કરવાની લોકોને અપીલ કરી છે. તેમણે લોકોને પણ પીએમ ફંડમાં સહયોગ આપવા કહ્યું છે.
ગોપીચંદની મદદ : બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદે કેન્દ્ર  અને રાજ્ય સરકારને કુલ 26 લાખની મદદ કરી છે. તેણે પીએમ ફંડમાં 11 લાખ, 10 લાખ તેલગણા અને 5 લાખ રૂપિયા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા છે.

Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer